19.03.2020 My Susses Story
![]() |
| Grahak Takrar Nivaran Form |
ગ્રાહક
સુરક્ષા મંડળ અને ફારમ ગ્રાહકોની સુરક્ષા અને જાગૃતીના ખરા અર્થમાં મદદગાર બન્યા
---------------------
૧૫
માર્ચ- વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ- “ગ્રાહક હિત એજ અમારો ઉદ્દેશ”
ફોલો- વડલિયા વિજય
માહિતી પાટણ
ગ્રાહક
જાગૃતી અને સુરક્ષા માટે સરકાર તથા મંડળો દ્વારા લોકોમાં અવરનેસ વધે તેવા અનેકવિધ
પ્રયત્ન કરવામાં આવે છે. ચાલુ સપ્તાહને સરકાર ગ્રાહક જાગૃતી સપ્તાહના રૂપમાં ઉજવામાં
આવી રહ્યો છે. ત્યારે ગ્રાહક સુરક્ષા મંડળો અને ફારમ ગ્રાહકોની સુરક્ષા અને જાગૃતી
માટે એક ખરા અર્થમાં મદદગાર બન્યા છે.
સિધ્ધપુર
તાલુકાના મામવાડા ગામના ખેડુત બારડ મહોબ્બતસિંહે લીધેલ વિમા પોલીસીના અટવાયેલા પૈસા
ગ્રાહક સુરક્ષા મંડળ અને ફોરમની મદદથી મળતા સરકારી ગ્રાહક તકરાર નિવાર ફોરમ અને
મંડળનો આભાર માન્યો અને ગ્રાહકોને જાગૃત થવા અપીલ કરી છે.
મામવાડાના
ખેડુત મહોબ્બતસિંહના પિતાએ સિધ્ધપુરની માર્કેટ યાર્ડ કમિટીમાં ન્યું ઇન્ડીયા
ઇન્સ્યોરન્સ કંપનીમાં ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલીસી લીધી હતી. પોલીસીના કરાર નામા મુજબ
અકસ્માતમાં ખેડુતનું મરણ થાય તો તેના વારસદારને ઇન્સ્યોરન્સ કંપનીએ રૂ.૧ લાખ ચૂકવવા, પરંતુ કંપનીએ અન્ય કારણ દર્શાવી પૈસા આપવાનો ઇનકાર કર્યો. આથી
મહોબ્બતસિંહે તેમના સિધ્ધપુર તાલુકામાં આવેલ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રમાં
ફરીયાદ નોંધાવી. મંડળ દ્વારા કંપનીને નોટીસ આપીને જાણ કરી, પરંતુ કંપનીએ યોગ્ય સંતોષકારક જવાબ ન આપતા મંડળે તેમના કેસને પાટણ જિલ્લા
તકરાર નિવારણ ફોરમ ખાતે દાખલ કર્યો. ફોરમમાં મહોબ્બતસિંહ પાસે સાચા અને પુરતા
પુરાવા હોવાના કારણે તેઓ કેસ જીતી ગયા અને તેમને ન્યાય મળ્યો. જિલ્લા ફોરમે
મહોબ્બતસિંહને પોલિસીની રકમ અને થયેલ તમામ ખર્ચ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી અપાવીને
ગ્રાહકનો સાચો ન્યાય આપ્યો.
સામાન્ય
માણસોની સતત ચિંતા કરી રહેલ ગુજરાત સરકાર દ્વારા ગ્રાહકોમાં અવરનેસ વધે તેમ માટે હંમેશા
પ્રયત્નશિલ છે. આજના આધુનિક જમાનામાં દિવસેને દિવસે ઓનલાઈન ખરીદી વધી રહી છે. જેમાં
ગ્રાહકો લોભામણી જાહેરાતોના મોહમાં આવી જઈને છેતરાતા હોય છે. આવા સમયે ગ્રાહકોમાં
જાગૃતી લાવવી ખુબ જરુરી છે. ૧૫ માર્ચ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન હોવાથી સરકાર
દ્વારા ૧૧ માર્ચથી ૧૯ માર્ચ ૨૦૨૦ સુધી ગ્રાહક જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
રહી છે.
ગુજરાત
સરકાર દ્વારા ગ્રાહકોને સુરક્ષા મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાં કુલ ૫૩ જેટલા ગ્રાહક
સુરક્ષા મંડળોની સ્થાપના કરેલ છે. જેમાંથી પાટણ જિલ્લામાં ૬ ગ્રાહક સુરક્ષા મંડળો
આવેલા છે. આ મંડળો સરકારે નિયત કરેલ શાળા કોલેજોમાં ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક
જાગૃતી માટે સેમિનાર, વર્કશોપ
અને અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
પાટણ
જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખશ્રી સી.એમ.ભટ્ટ સાહેબ, સભ્યશ્રી નયન.પી.ઠાકર તથા ભાવનાબેન વી. ત્રિવેદી
પાસેથી મળેલ માહિતી મુજબ, ગુજરાતના
૨૬ જિલ્લાઓમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ આવેલ છે. વર્ષ ૨૦૧૯માં ૧૫૮ ગ્રાહકોના કેસ
દાખલ થયા હતા. વર્ષ દરમ્યાન ૧૦૬ જેટલા નવા અને જુના કેસોનો નિકાલ લાવવામાં આવેલ
છે. જ્યારે ચાલુ વર્ષમાં ૨૩૮ જેટલા કેસ ફોરમ ખાતે નોંધાયા છે. સરકાર દ્વારા
ગ્રાહકોમાં જાગૃતી વધે અને વેપાર વિનીમય સરળ-સુલભ બની રહે તેવા પ્રકારની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. “ગ્રાહક હિત એજ અમારો ઉદ્દેશ” જેનું સુત્ર છે,
તેવા અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બબાત વિભાગના નિયંત્રણ કાનુની માપ વિજ્ઞાન
અને નિયામક ગ્રાહક બાબતોની કચેરી દ્વારા ગ્રાહકોની જાગૃતી માટે www.lmdca.gujarat.gov.in નામની વેબસાઈડ બહાર પાડવામાં
આવેલ છે અને ગ્રાહક ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઈન નંબરઃ- ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ પર કોલ કરીને માહિતી મેળવી શકે છે.
૧૫
માર્ચ ગુજરાત માટે ખરા અર્થમાં ગ્રાહક જાગૃતી દિન બની રહે તે માટે ગ્રાહકોએ જાગૃત
બનવાની જરૂર છે. લોકોમાં અવરનેસ વધે, ગ્રાહકોને અન્યાય ન થાય અને ગુજરાત પ્રગતીના પંથે આગળ વધતુ રહે તે માટે
ગુજરાત સરકાર ગ્રાહકોની જાગૃતી માટે પ્રયત્નશીલ છે. સમાજમાં જ્યારે ગ્રાહક કોઈ
વેપારી કે કંપની પાસેથી છેતરાય છે તો તે પોતાને થયેલ અન્યાય માટે તેને શું કરવું
તેની દરેક બાબતની માહિતી આ ગ્રાહક સુરક્ષા મંડળ પાસેથી મળી રહે છે.
પાટણ જિલ્લામાં તમે તમારી ફરીયાદ નિચ્ચે દર્શાવેલ
સ્થળોએ નોધાવી શકશો.
(૧) જાગૃત ગ્રાહક મંડળ, ભગિનિ સમાજ, કમસડા દરવાજા પાસે, એમ.એન.હાઈસ્કુલ, પાટણ,
(૨) ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, સિધ્ધેશ્વરી એપાર્ટમેન્ટ, કોટેશ્વર મહાદેવની બાજુમાં, પાટણ, (૩) શ્રી ગાંધી જનકલ્યાણ ટ્રસ્ટ, ઘરમોડા, ૩૭, જુના ગંજબજાર, રેલ્વે સ્ટેશન રોડ, ચાણસ્મા,
(૪) નવ યુવક જાગૃત મંડળ, જકાતનાકા સામે, હારીજ,
(૫) ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, એસ.-૨૩ બીજે માળ, તીરુપતી માર્કેટ બસ સ્ટેન્ડ રોડ, કોર્ટની સામે, સિધ્ધપુર અને
(૬) શ્રી વઢીયાર ગ્રાહક સુરક્ષા સંશોધન અને શિક્ષણ
કેન્દ્ર, શંખેશ્વર, મુ-કુંવારદ, તા-સમી.
ગ્રાહક ફરિયાદ નોંધાવતી વખતે નિચ્ચેના પુરાવા સાથે
લઈ જવા જરુરી છેઃ-
(૧) પાકુ બીલ- (બીલ ઉપર Retail
Invoice અથવા કેશ મેમો લખેલ હોય.)
(૨) અરજદારનું ઓળખપત્ર
(૩) દુકાનદારનું નામ, સરનામું અને મોબાઈલ નંબર.



Post a Comment
Please do not enter any spam link in the comment box.