My  Sacsess Story 20.03.2020

રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષા (NMMS)માં માંડોત્રી અનુપમ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ
રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષા (NMMS)માં માંડોત્રી અનુપમ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ

 રાષ્ટ્રીય શિષ્યવૃતી પરીક્ષા (NMMS) ૨૦૧૯માં પાટણ તાલુકામાં માંડોત્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીએ મેળવ્યું પ્રથમ સ્થાન
-----------------------
ધોરણ- ૮ની વિદ્યાર્થીની વિધી પરમાર દર માસે રૂ.૧૦૦૦ની સ્કોલરશીપ ધોરણ- ૧૨ સુધી મેળવશે
--------------------

રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષા (NMMS)માં માંડોત્રી અનુપમ પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ પાટણ તાલુકા તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ધોરણ-૮ ના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે નેશનલ મેરીટ મિન્સ કમ સ્કોલરશીપ એકઝામ (NMMS) યોજવામાં આવે છે. ચાલુ વર્ષે પાટણ જિલ્લામાં પણ આ પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં પાટણ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષાનું મેરીટ લીસ્ટ જાહેર થયું જેમાં માંડોત્રી અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી પરમાર વિધીબેન તથા ભીલ કૈલાશકુમાર ઉત્તિર્ણ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષામાં પાસ થયેલ આ બન્ને છાત્રોને ધોરણ ૯ થી ૧૨ સુધી એમ ૪ વર્ષ માટે દર મહિને એક હજાર રૂપિયાની એટલે કે કુલ ૪૮૦૦૦ની શૈક્ષણિક સહાય સરકાર તરફથી મળશે.
         વધુમાં ગૌરવપૂર્ણ બાબત એ છે કે પરમાર વિધી ૧૩૩ ગુણ સાથે સમગ્ર પાટણ તાલુકામાં પ્રથમ સ્થાને તથા પાટણ જિલ્લામાં ૧૨ માં નંબરે ઉત્તિર્ણ થઇ ને શાળાનું અને માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીને સરકાર દ્વારા ધોરણ-૧૨ પાસ કરે ત્યાં સુધી દર માસે રૂ.૧૦૦૦/- સ્કોલરશીપ આપવામાં આવે છે. વિધીના પિતા મહેશભાઈ પાટણ યુનિટમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સ્કોલરશીપ મળતા મહેશભાઈને પુત્રીના વધુ અભ્યાસ માટે આર્થીક સહાય મળી રહેશે.  


My  Sacsess Story 20.03.2020


Post a Comment

Please do not enter any spam link in the comment box.

Previous Post Next Post