28 ડિસેમ્બરઃ દિવસનું ખાસ

  • ધીરજલાલ હીરાચંદ અંબાણી

                 ધીરૂભાઈનો જન્મ 28 ડિસેમ્બર 1932માં જુનાગઢમાં થયો હતો. ધીરૂભાઈ અંબાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ હતા. તેમણે પિતરાઈ ભાઈ સાથે મળીને મુંબઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 1977 માં સ્થાપના કરી હતી. એશિયાના ટોચના 50 વ્યવસાયિકોની સન્ડે ટાઈમ્સની સૂચિમાં ધીરૂભાઈ પસંદગીમાં સ્થાન પામ્યા હતા. તેમનું અવસાન 6 જુલાઈ 2002 થયું હતું.

Dhirubhai Ambani
Dhirubhai Ambani

  • રતન તાતા

રતન નવલ ટાટા
          રતન ટાટા  જન્મ 28 ડિસેમ્બર 1937 માં મુંબઈમાં થયો હતો. રતન તાતા ભારતીય ઉદ્યોગપતિ છે. જે 1991માં મુંબઈમાં સ્થાપવામાં આવેલી ટાટા ગ્રુપ કંપનીના માલીક છે. તેમની કારકિર્દી દરમિયાન તેમને ઘણા બધા એવાર્ડ મેળવ્યાં છે. ટાટાને પદ્મ ભૂષણથી પણ સન્માનીત કરવામાં આવ્યા છે.

Ratan tata
Ratan tata

  • અરૂણ જેટલી


            જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952 માં નવી દિલ્હીમાં થયો હતો. એક જાણીતા ભારતીય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સભ્ય છે. તેઓ એક શ્રેષ્ઠ રાજકારણી, પ્રવક્તા તથા વ્યૂહરચનાકાર છે.

Arun Jaitley
Arun Jaitley

  • 1635 - ઈંગ્લૈન્ડની રાજકુમારી ઈલિઝાબેદનો જન્મ થયો હતો.

england elizabeth queen
england elizabeth queen
  • 1885- કોંગ્રેસની સ્થાપના મુંબઈમાં થઈ
1885 congress
1885 congress
  • 1896- ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના કોલકોતા અધિવેશનમાં સૌ પ્રથમવાર વંદે માતરંમ્ ગાવામાં આવ્યું.
  • 2013 - આમ આદમી પાર્ડીએ કોંગ્રેસનાં સહકારથી સરકાર બનાવી.
  • 1972 - ચક્રવર્તી રાજગોપાલાચારીનું અવસાન થયું હતું. તેઓ વકીલ, લેખક અને સારા એવા રાજનેતા હતા.
  • 1977 - સુમિત્રાનંદન પંતનું પણ અવસાન થયું હતું જેઓ શ્રેષ્ઠ હિન્દી કવિ હતા.

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Previous Post Next Post