મિર્ઝા ગાલિબનો શાયરાના અંદાજ

Mirza Ghalib
Mirza Ghalib
“હર એક બાત પે કહતે હો તુમ કિ તૂ ક્યા હૈ. તુમ્હી કહો કિ યે અંદાજે ગુફ્તગૂ ક્યા હૈ.”
      
               હાં ખરેખરમાં મહાન લેખક અને શાયર એવા મિર્ઝા ગાલિબ ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની હાજરી આજે પણ ક્યાંક ને ક્યાંક ઝલક જોવા મળી રહે છે.
              આગ્રામાં આજના જ દિવસે 1797માં જન્મેલા મિર્ઝા અસદ ઉલ્લાહ બેગ ખાં ઉર્ફે ‘ગાલિબ’ જેમણે 15 ફેબ્રૂઆરી 1869માં દિલ્હીમાં આ દુનિયા સાથે સંબંધ તોડીને વિદાય લીધી હતી. જો તેમને સાચી અદબથી યાદ કરવામાં આવે તો તેમના શેર, લાજવાબ નગ્મે, ફારસી પર તેમની જબરજસ્ત પકડલ, રમૂજી શૈલી અને સ્વર, આર્થિક લોસ અને ઉધારીથી ભરેલી જિંદગી, કેરી અને દારૂથી પ્રેમ, જૂગારની આગત, ડોમી સ્ત્રી સાથે પ્રેમ સંબંધો અને બીજુ ઘણું બધુ યાદ આવી જાય છે. શાયરી સિવાય બીજી એક વાત તેમને ‘ગાલિબ’ બનાવે છે. તે છે તેમના લખેલા પત્રો. ઈતિહાસકારોનું એવું કહેવું છે કે, ગાલિબે જો શાયરી પણ ના લખી હોત તો તેમના પત્રો તેમને તેમના જમાનાના ખાસ માણસ બનાવી દેત. હકીકતમાં તેમને પત્રો લખવાનો ખૂબ જ શોખ હતો.
            મિર્ઝા ગાલિબ મુગલ કાળના છેલ્લા શાસક બહાદુર શાહ ઝફરનાં દરબારી કવી પણ હતા. તે વાત ઘણા ઓછા લોકો જાણે છે કે, આગરા, દિલ્હી અને કોલકાતા પોતાની મોટા ભાગની જીંદગી ગાળનારા ગાલિબનો સંબંધ હરિયાણા સાથે પણ હતો. હરિયાણા ઉર્દૂ અકેડમીના પ્રમુખ શમ્સ તબરેજી જણાવે છે કે, મિર્ઝા ગાલિબનું સાસરૂ ફિરોજપુર ઝિરકામાં હતું. મિર્ઝા ગાલિબ હરિયાણાની ફિરોજપુર ઝિરકા રિયાસતના નવાબ સમશુદીનનાં બનેવી હતા.
            જાણકારો જણાવે છે કે, નવાબ અહમદ બખ્શની પહેલી પત્નીની પુત્રી ઉમરાવ બેગમની સાથે મિર્ઝા ગાલિબની નિકાહ(લગ્ન) કર્યા હતા. સારી વાત એ છે કે, ગાલિબના મૃત્યુ પછી જ્યારે તેમની પત્ની ઉમરાવ મિર્ઝાનું મૃત્યુ થયુ, ત્યારે બેગમ ઉમરાવને પેન્શન ફિરોજપુર જિરકા રિયાસત પાસેથી મળતું હતું. પરંતુ પાછળથી તેમનું પેન્સન અંગ્રેજોએ બંધ કરી દીધું હતું.

“રગોમે દૌડને ફિરને કે હમ નહી કાયલ,
જબ આંખ હી સે ન ડપકા, તો ફિર લહૂ ક્યા હૈ.”

Post a Comment

Please do not enter any spam link in the comment box.

Previous Post Next Post