અંબાજી મંદિર બનાસકાંઠા

Ambaji

કરોડો માઈભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ
તીર્થસ્થાન અંબાજી આ બનાસકાંઠા જીલ્લામાં આવેલું છે. અરવલ્લીના ડુગરોમાં પ્રકૃતિના સૌંદર્યમાં બિરાજતા આધશક્તિમા આબાનું સ્થાનક છે. અંબાજી મંદિરમાં વિસાયંત્રની પુજા થાય છે. દેશ-વિદેશમાં આવેલા શક્તિ પીઠોમાં અંબાજી મંદિર હ્યદય સમાન છે. દેવી સતીના હ્યદયનો
ભાગ અંબાજીમાં પડ્યો હોવાનું અને માતાજી પ્રગટ થવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. સીતાજીને સોધતા ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ પણ અર્બુદાચલના
જંગલોમાં શ્રુંગીઋષીનાં આશ્રમમાં પહોંચ્યાં, ત્યારે ઋષીઓએ તેઓને માતાજીનાં દર્શનાર્થે ગબ્બર પર્વત પરના સ્થાને
મોકલ્યા હતા. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીએ ભક્તિભાવ પૂર્વક માતાજીની પુજા અર્ચના
કરી ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને રાવણનો નાશ કરવા ભગવાન રામને અજાયબાણ આપ્યું હતું
અને એજ બાણથી રાવણનો વધ થયો હોવાનું મનાય છે.
ભગવાન શ્રી ક્રુષ્ણનું ચૌલકર્મ પણ અંબાજી મુકામે થયુ હાવાનું પુરાણોમાં
ઉલ્લેખ છે. વનવાસ દરમિયાન પાંડવોએ પણ અંબાજી વિસ્તારમાં
તપકર્યાનું મનાય છે. અંબાજી તીર્થસ્થાન પ્રાચીન સમયથી અસ્તીત્વમાં હોવાનું
જણાય છે.
માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન
અંબાજીથી પશ્ચિમ દિશામાં 3 કિ.મી.ના અંતરે આવેલા ગબ્બર પર્વત ઉપર સ્થાનક હોવાનું મનાય છે. ગબ્બર પરની આસપાસ શ્રી આરાસૂરી અંબાજી માતા દેવ
સ્થાન ટ્રસ્ટ રૂપિયા ૬૧ કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તેના ઉપર માતાજીનાં
વિવિધ સ્વરૂપોના દેશ-વિદેશમાં આવેલ ૫૧ શક્તિપીઠોના મૂળ મંદિરો જેવા જ મંદિરો
બનાવમાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ માટે તેના જીવનમાં તમામ ૫૧ શક્તિપીઠોના
દર્શન કરવામાં મુશ્કેલ છે. હવે અંબાજી જઈને એક જ સ્થાને માતાજીનાં તમામ સ્વરૂપો સમાન ૫૧ શક્તિપીઠોના
દર્શન કરવાનો લ્હઓ માઈભક્તોને મળે છે.
અંબાજી મુકામે હાલ માતાજીનું જૂનું મંદિર છે. તે 200 વર્ષ પુરાણું છે. વરસે ૧.૨૫ કરોડથી વધૂ યાત્રિકો માતાજીના દર્શનાથે આવે છે. દર વરસે ભાદરવા માહિનામાં સુદ નામોથી પુનમ સુધી ભાદરવી પુનમનો મહામેળો યોજાય છે. જેમાં પદયાત્રા દ્વારા ચાલતા અંબાજી જવાનો મહિમા હોવાથી માઈભક્તો દૂર-દૂરથી ચાલતા અંબાજી ચાલતા જાય છે. મેળા પ્રસંગે 30 લાખથી વધુ યાત્રિકો દર્શનાથે આવે છે. યાત્રિકો સરળતાથી સારા દર્શન થાય તે માટે તથા રહેવા, જમવા માટે અંબાજી મુકામે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. અંબાજી જવા સારા રસ્તાઓ તથા એસ.ટી. બસો અને અન્ય વાહનોની સગવડ કરવામાં આવે છે. નજીકનું રેલ્વે સ્ટેશન આબુરોડ ૨૦ કિ.મી. અને પાલનપુર ૬૦ કિ.મી. છે. અંબાજી મુકામે અન્ય જોવાલાયક સ્થળો પણ છે.
આંબજી મુકામે ગબ્બર પર્વત, કુંભારિયા જૈન દેરાસર, પ્રાચીન તપોભૂમિ કોટેશ્વર, કૈલાશ ટેકરી, માંગલ્યવન, માનસરોવર, કામાક્ષી મંદિર જેવા પવિત્ર સ્થાનો જોવાલાય છે.
Post a Comment
Please do not enter any spam link in the comment box.