કેવળા પરમેશ્વરનો થળી મઠ
![]() |
| Thali Jagdispuri Bapu |
થળી મઠનો 600 વર્ષ જૂનો અમર ઈતિહાસ રહેલો છે, આ ભારતની ભૂમીમાં અનેક અવતારી પુરુષો થઈ ગયા છે તેવાજ બનાસની ધરતીના કેવળપુરીજી મહારાજ અવતારી પુરુષ કવળા પરમેશ્વરા થઈ ગયા. પરમ પૂજ્ય બાપુ કેવળપુરી મહારાજનો જન્મ પંજાબના થયો હતો અને પ.પૂ.બાપુએ થળીને કર્મ ભૂમી બનાવી થળી ધામ તીર્થ બનાવ્યુ. થળી ગુજરાતના બનાસકાંઠામાં જિલ્લાના કાંકરેજ તાલુકાના આંગણવાડા અને આંમલુણ ગામ વચ્ચે આવેલું પવિત્ર ધામ થળી મઠને તીર્થ ધામ બનાવ્યું.
કેવળુપુરીજી મહારાજ પંજાબથી ગુજરાતમાં પાટણ
જિલ્લાના સિધ્ધપુરમાં સરસ્વતી નદીના પવિત્ર કિનારે તપ કરીને મા સરસ્વતીને પ્રસન્ન
કરેલા કર્યા જેથી એવા સિધ્ધપુરુષની ખ્યાતી
આખા જગમાં પ્રસિદ્ધ થઈ. તેમની ખ્યાતીની પ્રસંસા સાંભળીને ઈન્દોરની મહારાણી
અહલ્યાબાઈ સિધ્ધપુર આવીને મહારાજના ચરણોમાં પુત્ર પ્રાપ્તીની અરજ કરે છે. લોક વાયકા
પ્રમાણે ઈન્દોરની મહારાણીને કોઈ સંતાન ન હોવાથી તેઓ પોતાના વારસદારની પ્રાપ્તી
માટે ઘણા સાધુ સંતોને મળે છે ત્યારે તેમને બીજા સંતો જાણ કરી હતી કે, જો તે કોઈ સિધ્ધપુરુષ ( નાગા સાધુ ) ના લીંગની પુજા
કરે તોજ તેમને પુત્રની પ્રાપ્તી થાય. સંતોએ એવા મહંતને મળવા માટે સિધ્ધપુરુષ એવા
પ.પૂ.બાપુ કેવળપુરી મહારાજે મા સરસ્વતીને પ્રસન્ન કરીને સરસ્વતીના કિનારે છે તેવી
જાણ કરી હતી, તેથી
મહારાણી બાપુને મળવા માટે સિધ્ધપુર આવે છે અને બાપુના લીંગની પુજા કરે છે અને
સ્વામીજીના આશીર્વાદથી મહારાણીને પુત્રની પ્રાપ્તી થાય છે.
![]() |
| Kevalpuri Maharaj |
મહારાણી
અહલ્યાબાઈએ તે સમયે સિધ્ધપુરના સરસ્વતીના કિનારે વિશાળ મઠ બાંધી આપેલ અને આવોજ
બીજો મઠ કાંકરેજ(શિહોરી) તાલુકાના બનાસ નદીના પવિત્ર પૂર્વ કિનારે બાંધી આપેલ અને
જલાલપુર(ઓઢવા) ગામનો ગરાસ
આપેલ.
સ્વામીજી
કેવળપુરીજી મહારાજે ગુજરાતમાં આમ બે જગ્યાએ તપસ્યા કરી અને આવી બીજી પણ પવિત્ર
જગ્યાઓ આવેલ છે. ઈન્દોર, બુંદી
કોટ અને પંજાબ સ્ટેટમાં પણ જગ્યાઓ બાંધેલ છે. આ તમામ જગ્યાઓ કેવળપુરીજી મહારાજના
નામે પ્રખ્યાત છે. હાલમાં આ સંસ્થાઓ ગુજરાતના મઠો સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
આ મહાન યોગીને વિક્રમ સંવત 1613માં સરસ્વતી માતાએ
વરદાન આપેલ કે તમારી ગાદી વંશવેલાની સદાય સહાય કરીશ, જ્યાં
સુધી પૃથ્વીના પેટાળમાં મારો રેલો ત્યા સુધી તમારો વેલો રહેશે. આ મહાન અવતારી
મહાત્માએ જીવંત સમાધી લીધેલ અને સમાધી લેતા સેવક ગણને વચન આપેલ કે મારા મઠની
મહંતની ખરી શ્રદ્ધાથી સેવા કરશે તેને સુખ સંપતી, સંતતી, આરોગ્ય સદાયે જળવાઈ રહેશે. ખરા મનથી થળી મઠની સેવા
કરશે તેના અન્ન-ધન્નના ભંડાર ખાલી નહી રાખુ. મારા સેવકો સદાકાળ સુખી રહેશે. સદાય
નામ રોશન કરે તેવા સંતાનો પેદા થશે તેવી વચન આપી પ.પૂ. કેવળપુરીજી બાપાએ જીવંત
સમાઘી લીધેલ. તેમની ભવ્ય સમાધી મંદિર થળી મઠ ખાતે આવેલ છે. આમ તો થળીમાં જાણે બધાય
દેવ વાસ કરતા હોય તેમ નર્મદેશ્વર મહાદેવ ઓગડનાથના પગલાં વિષ્ણુલક્ષ્મી મંદિર
ભીડભંજન હનુમાન, શીતળા
માતા, શ્રીકૃષ્ણ, ગણેશજી, અન્નપૂર્ણા ગણેશજી, ગુરુમંદિરમાં
અંબાજી, ગરુડજી, ત્રીગુરુની
જીવંત સમાધીના મંદિર, હરિપુરી
બાપાની સમાધી, બ્રહ્મકાલીન
મહંતોની સમાધીઓ અને મા જોગમાયાનું મંદિર આમ અનેક વિધ મંદિરોથી શોભાયમાન અને
કેવળપુરીજી બાપાના પગલાથી શોભાયમાન ભવ્ય મંદિર આવેલ છે, આમ
કેવળપુરીજી બાપા તીર્થભૂમી બનાવી જીવંત સમાધી લઈ જાણે ન ગયા હોય તેમ કે કેવળપુરીજી
બાપા પછી દેવુપુરીજી મહારાજ ગાદીએ આવેલ તેમણે મહાન ભક્તિ કરી અને અંત જીવંત સમાધી
લીધેલ તેમના વારસા તરીકે મંગળપુરીજી માહારજ ગાદીએ બિરાજમાન થયા હતા.
મહંતશ્રી
મંગળપરીજી મહારાજે 1728ની સાલમાં વિષ્ણુ ભગવાન અને અંબાજી માતાજીના ભવ્ય મંદિરો
બનાવી પ્રતિષ્ઠા કરી અને કેવળપુરી બાપાના પગલાંની સ્થાપના કરી હતી. કારતક સુદ-15
ના દિવસે સિધ્ધપુરમાં ભવ્ય દશનામી ભંડારો
કરેલ, આ ભંડારામાં ભોજનમાં ઘી ખૂટતાં મહંતશ્રી મંગળપુરી
મહારાજે સરસ્વતી નદીના વહેણમાંથી ડબા ભરી લાવવાનું કહ્યું તથા માતાજી ઘી આપશે તેમ
કહ્યું. ચમત્કાર વચ્ચે ડબા બરી લાવી કાળી રોટીનો મહાપ્રસાદ પુરો કર્યો હતો. આ જોઈને
બ્રાહ્મણો લોટા ભરવા લાગ્યા ત્યારે સ્વામી મંગળપુરીજી બાપાએ તેમને કહ્યું, ભૂદેવો માતાજીનું પેટ ના ચૂંથો હું તમને બ્રહ્મ
ભોજન કરાવીશ. આજે પણ બ્રહ્મ ભોજન ચાલુ છે.
મહંતશ્રી મંગળપુરીજી મહારાજના સમયમાં પાલનપુર નવાબે
તેમને આંમલુણ અને ગંગાપુરા ભેટ રૂપે આપેલા હતા અને જલાલપુર(ઓઢવા) ગામ ગાયકવાડ
પાસેથી અહલ્યાબાઈએ અપાવેલ તેમજ બે-નિશાળ, બે-છડી, બે-ચમરો, બે
છત્રીઓ, ચંદ્રમુખી-સુર્યમુખી ભેટ રૂપે આપેલ છે, જેનો ઉપયોગ થળી મહંત જ્યારે સારા કાર્ય માટે બહાર
નીકળે ત્યારે કરે છે. આ મહંત મંગળપુરીજી મહારાજ પણ ગુરુના પગલે જીવંત સમાધી લીધી
હતી. જેમના પછી મહંતશ્રી પદ્મપુરીજી મહારાજ ગાદી પર આવેલ., પરંતુ તેમનો ઝાંઝો ઈતિહાસ પ્રાપ્ત થયેલ નથી. તેમના
બાદ વચનસિધ્ધ મહંત કેશરપુરીજી મહારાજ ગાદી પર બીરાજમાન થયા હતા.
કેશવપુરીજી બાપાના સમયમાં શિહોરી મુકામે ગાય માતાને
વાંચા ફુટતાં કહ્યું કે, થળીના
મહંતશ્રીને બોલાવો મારે જીવંત સમાધી લેવી છે. ત્યારે ગામ લોકો બાપુને શિહોરી
બોલાવ્યા સ્વામીજીએ કામધેનુને ઓળખી
ગુરુમંત્ર બોલ્યાં તેથી મંત્રોના પ્રભાવથી ધરતીમાતાએ ગાયમાતાને વાછરડા સાથે પોતાની
અંદર સામવી લીધા હતા. આ બનાસની ધરા ખરેખર ધન્ય છે જ્યાં પશુ પણ દેવ બનીને પુજાય
છે. આજે પણ શિહોરી મુકામે ગાય માતાનું મંદિર છે અને ત્યાં દર વર્ષે આસો સુદ-15ના
દિવસે મેળો ભરાય છે.
કેશરપુરીજી બાપુએ શિહોરીને તીર્થભૂમી બનાવી સમાધી
લીધી પછી ગોવિંદપુરી મહારાજ ગાદી પર બેઠા હતા. તેમનું વર્તન મહંત તરીકે સાજે તવું
ન હોવાથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા તેથી ગંગા જેવા પવિત્ર મા જોગમાયાના ઉપાસક
એવા ગંગાપુરીજી મહારાજ ગાદી પર આવ્યા. મહારાણી અહલ્યાબાઈ તરફથી થળી મઠને ભેટમાં
આપેલ ગામ જલાલપુર(ઓઢવા) દર વર્ષે બળીને ખાખ થઈ જતું હતું. ત્યારે ગંગાપુરીજી
મહારાજ જોગમાયા સાથે જલાલપુર ગામમાં આવીને નવું તોરણ બાંધ્યું હતું અને જોગમાયા
માતાની સ્થાપના કરીને મંદિર બાંધ્યું હતું અને ગામનું નામ બદલીને ઓઢવા રાખવામાં
આવ્યું ત્યારથી ગામમાં આગ લાગવાનું બંધ થયું.
![]() |
| Thali |
આ જોગમાયા ઓઢવા ગામની રક્ષા કરે છે. ગામમાં શ્રાવણ
સુદ-5 નો મેળો ભરાય છે. બહોળી સંખ્યામાં ભાવીકો દર્શને પધારે છે. શ્રાવણ સુદ પુનમે
થળી જોગમાયાના મંદિરે ગોગ મહારાજને થાળી ધરવામાં આવે છે. નવરાત્રીમાં પુજન થાય છે, આઠમનો હવન કરવામાં આવે છે અને નુમના દિવસે માતાજીની
ગામપડલી ભરવામાં આવે છે. તે સમયે માતાજી રથને ગામની ચારેકોર ફેરવવામાં આવે છે, દુધની ધારવણી સાથે સૂતરના તાતણે ગામનું રક્ષાકવચ
બાંધવામાં આવે છે. શ્રાવણ માસમાં ગામદેવતાની પુજા સિધ્ધપુરના થળી મઠના મહંત
દ્વારા પુજા કરવામાં આવે છે. અને શ્રાવણ
વદ એકમે હુવન કરી બ્રહ્મ ભોજન કરાવવામાં આવે છે. ચૈત્ર માસમાં જોગમાયાનો ભવ્ય હવન
થાય ત્યારે ચોર્યાસી એવા સરીયદના ભૂદેવોને માતાજીનાં વચનથી જમાડવામાં
આવે
છે.
ગંગાપુરીજી બાપુ ઓઢવામાં જાગમાયા માતાના મંદિરનો જીર્ણોદ્ધાર
કરી ગામનો ઉદ્ધાર કરી સમાધી લીન થયા બાદ ગાદી હિંગોળપુરીજીને સોપે છે. મહંત
હિંગોળપુરીજી મહારાજે થળીની બનતી સેવા કરી સમાધી લીધી હતી. તેમના પછી ચમનપુરીજી
બાપુ ગાદીએ આવ્યા. ચમનપુરીજી બાપુના સમયમાં અત્તિતોની ગેરશિસ્તને કારણે સરિયદના
વતની બલોચ સોરાબખાને થળી મઠમાં લૂંટ ચલાવી હતી. સંવત 2009માં આ જગ્યા લૂંટાણી હતી.
આવું અધમ કૃત્ય કરવા બદલ સોરાબખાનને
પાકિસ્તાન જતુ રહેવું પડ્યું અને જેને પણ આ લૂંટમાં ભાગ ભજ્યો તે ભૂંડી હાલતે
મર્યા. તેરવાડાના માણસો લૂંટમાં સામેલ હોવાથી આજે મહંતશ્રીઓ તેરવાડાનું પાણી પીતા
નથી. અપૈયો લીધેલ છે. ચમનપુરીજી મહારાજ પછી મોહનપુરીજી મહારાજ અને તેમની પછી
માણેકપુરીજી મહારાજ ગાદી પર આવ્યાં ત્યારે કોંગ્રેસ સરકારે 1972માં સાલીઆણા બંધ
કર્યો. તેઓ
ટૂંકાગાળામાં
સમાધી લીન થયા.
પ.પૂ.હરીપુરીજી બાપુને ઓઢવાથી બોલાવી માનપૂર્વક
ગાદીએ બેસાડ્યા. તે સમયે મઠ પર આર્થિક સંકટ હતું, પરંતુ
તપસ્વી યોગી ગાદી પર બેસતા તરત જ સંકટોના વાદળ વેરાવા લાગ્યા આધુનિક ખેતી ચાલુ
કરી. મહંત હરીપુરીજી બાપુએ 1008 ગાયોની સેવા કરીને પશુપાલનનું કાર્ય કર્યું. સંવત
2031માં બનાસનદીનો દાંતીવાડા ડેમ તૂટવાથી પુર આવ્યું ત્યારે બાગની સારી જમીન ધોવાઈ
જાવાની ચિંતા કર્યા વગર પુરમાં તણાતો લોકોની સેવામાં લાગી ગયા હતા. પુરપીડિતોને
આશરો આપી રામરોટી ચાલુ કરી હતી. તમામ કોમના લોકોને મદદ કરી લોકોના દિલ જીતી લીધા
હતા. પૂ.જગદીશપુરીજી કારભારી થયેલ સાથે તેજપુરીજી બાપુ તથા માધુપુરીજી બાપુ કોઠારી
હતા. પ.પૂ.હરીપુરીજી બાપુ વચન સિદ્ધ મહંત હતા. ઘણા લોકોના દુઃખ-દર્દને દૂર
કર્યા.
સંવત 2033થી જગદીશપુરીજીને હરીપુરીજી સાથે રહેવા
મળ્યું હતું ત્યારે તેમની સેવા તેમણે દિલથી કરી હતી. રૂની ગામના બારોટોનો અપૈયો
ભગાવી સાંપ્રા ગામને શ્રાપ મુક્ત કરાવવા પ.પૂ.હરીપુરીજી બાપુએ ભગીરથ કાર્ય કરેલ.
મઠમાં નવીન ભંડારો, કચેરી, મઠ(જાગીર)નો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હરીપુરીજી
બાપુએ પોતાના અંતકાળ સમયે કસલપુરના ભાવીકોને સમાધી મંદિર બનાવી આપવાની વાત કરતાં
કસલપુરના ભાગ્યશાળી દાનવીરોએ ગુરુવાત વધાવી લઈને સમાધીનો તમામ ખર્ચ આપેલ.
હરીપુરીજી બાપુની મૂર્તી ગોળીવાડાના અમદાવાદમાં વસતા પંચાલભાઈઓએ દાનમાં આપી.
સ્ટીલનો કઠેડો ઓઢવાના સમસ્ત ગ્રામજનોએ બંધાવી આપ્યો. પૂજ્ય જગદીશપુરીજી બાપુને
છેલ્લો ઉપદેશ રૂપી શિખામણ આપી તારીખઃ-5-3-1999ની ફાગણ સુદ-3ને શુક્રવારના રોજ
કૈલાશવાસી થયા. ત્યારબાદ પ.પૂ.મહંતશ્રી જગદીશપુરીજી મહારાજ ગાદી પર બીરાજમાન થયા.
સ્વામીશ્રી જગદીશપુરીજી બાપુ મૂળ પાટણ તાલુકાના
કાસા ગામના વતની છે. સૂરજપુરી મહારાજ નામે ઉચરપી ગામમાં પૂજા કરતા હતા. તેમની માતા
પસીબા ભલા ભોળા સંતોની સેવા કરતા આમ બાળપણથી પ્રભુ ભક્તિનો વારસો માતા-પિતાએ
વારસામાં આપેલ અને સદાય અમારૂ નામ રોશન કરજો તેવા આશિષ આપીને થળીના મહંત હરીપુરીજી
બાપુને ચરણે ધરી દીધા હતા. હરીપુરીજી બાપુએ પ્રાથમિક, માધ્યમિક
અને ભક્તિ સેવાના પાઠ ભણાવ્યા.
સાચને
પડખે રહી ઝૂઝતા
આપણે
પળવાર પણ ખસવુ નથી
સંકટો
દુઃખો પધારો સ્વાગતમ
લેશ
માત્ર આ માર્ગથી ખસવુ નથી
આમ દ્રઢ મનોબળ સાથે ગુરુ ઋણ અર્પણ કરવા માટે ધર્મ
સંમેલન, ભવ્ય ભંડારો તથા ગુરુ મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા
તારીખ.18-4-2000ના રોજ કરવામાં આવી હતી. ભેખ ભગવાન, બ્રાહ્મણો-સેવકોની
વિશાળ જનમેદની સાથે મઠાધીશો-મહામંડલેશ્વરો
પધારી થળીની ધરાને પાવન કરી હતી. પ.પૂ.બાપુ હરીપુરીજી બાપુએ ગાયોની સેવા, રામરોટી અને સેવકોની કાળજી સાથે પ્રભુ ભક્તિની સીખ આપી હતી. તે પ્રમાણે ગૌ
માતાની સેવા કરવા માટે થળી મઠ ખાતે ગૌ શાળાનું ખાત મુહૂર્ત તા. 17-6-2005ના રોજ
કાંકરેજ તાલુકાના ધારાસભ્ય બાબુભાઈ જેસંગભાઈ દેસાઈના ધર્મપત્ની અંબાબેનના હસ્તે
કરવામાં આવ્યું. તેમજ તેમણે સારુ એવુ દાન પણ આપ્યું તેથી ઘણા દાતાઓ પણ આગળ આવ્યાં.
એનીમલ વેલફેર બોર્ડે પણ સહાય કરી હતી. મોટી ગમાણવાળા શેડ, ઘાસ ગોડાઉન, અવાડો, પાણીની ટાંકી, પશું
દવાખાનું, તોતીંગ દરવાજો તથા ચારેબાજુ કોટનું બાંધકામ બે એકર
જમીનમાં કરીને ગૌ માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આજે પણ ઘણા સેવકો થળીમાં
ગાયો માટે ઘાસ ચારો મોકલે છે.
પ.પૂ. મહંત
જગદીશપુરીજી બાપુ ગાયોની સાથે સાથે શિક્ષણ પ્રત્યે પણ અનહદ પ્રેમ ધરાવે છે. સમાજ
સુધરે તથા બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત બનીને ભણે તેથી સર્વાંગી વિકાસ માટે તથા
ગુરુ ઋણમાંથી મુક્ત થવા જામપુરમાં ગુરુજીના નામની મહંત એચ.એમ.હાઈસ્કૂલ બનાવવા માટે
51 હજાર રૂપિયા આપી શુભ શરૂઆત કરાવી હતી.
મહંતશ્રી જગદીશપુરીજી મહારાજની દીનચર્યા
મહંતશ્રી પ.પૂ.ધ.ધૂ. 1008 સ્વામીજી જગદીશપુરીજી મહારાજ નિત્ય કર્મ મુજબ રોજ સવારે 4 વાગે ઉઠીને કોઈપણ ઋતુ હોય ઉનાળો, ચોમાસું કે શિયાળાની કડકડતી ઠંડી હોય તો પણ વહેલા સ્નાન કરી પ્રભુ પૂજામાં લીન થવું, સંધ્યા પૂજા, પ્રણાયામ, ધ્યાન, પ્રભુ સ્મરણની માળા, ગીતા પાઠ, ગાયત્રી, શીવજીની ખાસ પૂજા અને ગુરુવંદના કરતાં કરતાં 8 વાગી જાય. પોતાનો રૂમ જાતેજ સાફ કરવાનો અને બધાજ મંદિરોમાં જાતે જ પૂજન, દીવા, અગરબત્તી કરવાનો નિત્ય ક્રમ છે. મહંત બન્યા મહેલાં પણ અઢાર વર્ષ નિત્ય પૂજા પાઠ કરતાં. સાદા ભોજનમાં દાળ, રોટલી, શાકભાજીને રોટલો - છાશ સ્વાદીષ્ટ મીઠાઈ તથા ઘી બહુજ નહિવત પ્રમાણમાં જમવાનું પસંદ કરે છે.
બનાસની ધરતીના લોકજીવનમાં ધાર્મિક-સામાજિક ચેતનાના પ્રસારનું કેન્દ્ર બનતો થળી મઠ
થળીમાં ભવ્ય નહીં પણ અતિભવ્ય પ્રસંગ સંવત 2065માં
ભાગવત સપ્તાહ, સત્
ચંડી યજ્ઞ માગસર સુદ-5 ને તારીખ 3-12-2008માં ભવ્ય ભંડારા સાથે પૂર્ણ કર્યો હતો.
જેમાં અનેક દાતાઓએ દાન આપ્યું હતું. ભાગવત કથાનું રસપાન દુધરેજ વડવાળાના મહાજ્ઞાની
કથાકાર પ્રમદાસ બાપુએ કૃષ્ણજન્મનો નંદમહોત્સવ અને તુલસીવિવાહ એવા અદભૂત રીતે ઉવણી
કરવામાં આવી હતી. સતચંડી યજ્ઞ ડાહ્યાલાલ
આચાર્ય જામપુરવાળાએ બ્રહ્મણોના રાગરાગીણીથી કરેલ વેદમંત્રોના શુદ્ધ ઉચ્ચારણથી થળી
મઠના વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું.
મહંતશ્રી પ.પૂ.ધ.ધૂ. 1008 સ્વામીજી જગદીશપુરીજી બાપા થળી મઠ(જાગીર)ના સ્વહસ્તે થયેલા પૂર્ણ કાર્યો તથા વિકાસની આછી રૂપ રેખા
થળીમાં જોગણી માતાનું નવું મંદિર બનાવી પ્રાણ-પ્રતિષ્ઠા પ.પૂ.મહંત જગદીસપુરીજી મહારાજે કરેલ છે. બનાસ નદીના કિનારે જામપુરમાં દશામાની ચમત્કારીક જગ્યા આવેલ છે તેની પ્રાણ-પ્રતિષ્ઠા પ.પૂ.બાપુએના હસ્તે કરવામાં આવી હતી. તેમજ આંમલુનમાં તારીખઃ- 29-4-2005ના રોજ જગદીશ્વર મહાદેવના મંદિરનો શિલાન્યાસ તથા પ્રાણપ્રતિષ્ઠા તેમના હસ્તે કરવામાં આવ્યો. સાંપ્રામાં ઉગમણી પાર્ટી અને વચ્ચલી પાર્ટીનો સુમેળ કરી ઉગમણી પાર્ટીમાં વાઘેશ્વરી માતાનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી અને રામાપીર અને ડાલીબાઈના મંદિરની પ્રતિષ્ઠા પણ બાપુના હસ્તે કરવામાં આવી હતી.
ઓઢવામાં જોગમાયાના મંદિરનો જીર્ણોદ્ધાર શિવમંદિર
પ.પૂ.બાપુ જાતે હાજર રહી તૈયાર કરાવ્યા. સાથે જ ભૈરવ મંદિર, હડકમાઈનું મંદિર, ખોડીયારમાનું મંદિર, વારાહીમાનું
મંદિર તૈયાર કરાવ્યાં હતા. જોગમાયા મુળસ્થિતિમાં બેઠેલા છે તથા દિશા દેવ સિંહ, શિવ પરિવાર, ભૈરવ, ખોડીયારમા, હડકમાઈ, વારાહીમા વગેરે મૂર્તિઓના દાતાશ્રી
પ.પૂ.જગદીશપુરીજી બાપુએ મા જોગમાયાના સંકેતને માન આપી મૂતિઓ લાવી આપી હતી અને ગામ
લોકોએ ધનના ઢગલા કરી પ્રાણ-પ્રતિષ્ઠા કરાવવા પાછી પાની કરી નથી. આ મહાન કાર્ય
ઓઢવામાં સંવત 2067 મહાવદ-13 તારીખઃ- 2-3-2011માં થયું હતું.
સિધ્ધપુર તાલુકાના ખોલવાડાનો થળીનો અપૈયો હતો. આ
અપૈયો ખોલવાડાના શ્રદ્ધાવાન લોકોએ દૂર કર્યો હતો. તેથી આજે આ ગામ સુખી છે. થળીમાં
ધર્મશાળા કરવાનો વિચાર વ્યક્ત કરતા ગોપાળજી દરબાર ખોલવાડાવાળાએ શુભ શરૂઆત કરી હતી.
પ.પૂ.જગદીશપુરીજી બાપુ હસ્તે થળી મઠ ખાતે ગૌસ્વામી
સમાજની દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન કરવામાં આવ્યાં હતા. જે સમુહ લગ્નમાં એક મા-બાપ જે
પોતાની દીકરીને કરીયાવરમાં ભેટ સોગાદો આપે તેવી તમામ ભેટ સોગાદો બાપૂએ આપીને એક
દાનવીર તરીકેની એક ઉજવળ નામના મેળવી છે.
હરિદ્વાર ગંગા નદીના કિનારે ઋષીકેશ રોડ ઉપર
આનંદધામના નામે કેવળકૃપા અન્નક્ષેત્રમાં આજે પણ સદાવ્રત ચાલુ જ છે.
પ.પૂ.બાપુએ અલ્હાબાદ ભંડારામાં સંસ્કારવિધિ કરી
ગુરૂ મહારાજના નામનો ભવ્ય ભંડારો કરી સંતો-મહંતો અને સેવકોને ભોજન કરાવી ગુરૂ
ઋણમાંથી મુક્ત થયા હતા.
નર્મદા નદીના કિનારે નંદકેશ્વર મહાદેવના
નંદરીયા ગામે પણ પ.પૂ.બાપુનું અન્નક્ષેત્રનું સદાવ્રત ચાલું છે અને ત્યાં ચોમાસાના
ચાર માસ માળાપૂજા, શિવપૂજા કરવાવાળા ભક્તોને રહેવા-જમવાની સગવડની સાથે ભેટ સોગાદો
આપી ભૂદેવોના આશિષ આજે પણ લેવામાં આવે છે.
જામપુર મુકામે પરિષરનું
તોતિંગ દરવાજો બનાવી શ્રી હરીપુરીજીના ગુરૂ માણેરપુરીના નામની હાઈસ્કૂલનું નામકરણ
કરી ગુરૂઋણમાંથી મુક્તી મેળવી હતી તથા ગુરૂના નામને ઉજાગર કર્યું હતું. આવા મહાન
દાતા અને દસ નામના કુલભૂષણ જેમણે ગૌસ્વામી સમાજે સમાજ રત્નનો એવોર્ડ પણ અર્પણ કરેલ
છે. પ.પૂ.બાપુના અવિરત સેવાકાર્યોમાં શિક્ષણ આજે પણ ચાલુ જ છે.
બનાસ નદીમાં આવેલા 2017માં
આવેલા વિનાશક પૂરની મહા વિકટ પરિસ્થિતિમાં થળી મઠના દરવાજા પ્રજા માટે ખુલા મુકી
હજારો માણસોને રસોડુ આપ્યું હતું. ભૂખ્યાને ભોજન, રોટલો અને ઓટલો આપીને એક ઉમદા
સેવાનું કાર્ય કર્યું હતું. તેમજ પુર પીડિતોની તણાઈ ગયેલી ઘરવખરી અને વસ્તુઓની થળી
મઠમાંથી તમામ સહાય પુરી પાડી હતી.
પ.પૂ.બાપુનો મહામંત્ર સંસ્કારયુક્ત શિક્ષણ અને રોટી
સબસે માટી જે ગુરૂવાણી મહામંત્ર છે. પ.પૂ. બાપુની સંસ્કાર વિધિ તારીખઃ- 6-2-2013ના
રોજ કરવામાં આવી હતી. બાપુ સૌ પ્રથમ પ્રયાગરાજ ત્રીવેણી સંગમે કુંભમેળામાં સૌ
પ્રથમવાર સાહિસ્નાન કરવા માટે બાપુએ તારીખઃ- 14-1-2013ના રોજ પ્રયાગરાજમાં કુંભ
મેળામાં કર્યું હતું તથા બીજીવાર સાહિસ્નાન તારીખઃ- 10-2-2013ના રોજ કર્યું હતું
ત્યારે તેમની સાથે સરીયદથી કલ્યાણગીરી મહારાજ પણ ગયેલ તેમની પાસેથી સંપૂર્ણ માહિતી
જાણવા મળી હતી. તારીખઃ- 8-2-2013ના રોજ પ્રયાગરાજ ખાતે કુંભમાં ભવ્ય ભંડારાનું પણ
આયોજન કર્યું હતું. પરમ ગુરુ શંકરાચાર્યના જગ્યામાં ભવ્ય ભંડારામાં સંતો-મહંતોનો
જમણવાર રાખવામાં આવ્યો હતો. આ જમણવારમાં બાલાસુઈ મઠાઈ સાથે અન્ય વાનગીઓ પ્રસાદની
સાથે સાથે ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી.
પ.પૂ.બાપુ મહાન
જીવદયાપ્રેમી છે. તેમણે પંક્ષીઓના તબૂતરા માટે તથા કુતરાઓ માટે તેમજ અન્ય
વન્યપ્રાણીઓ માટે સેવાની ભાવનાથી થળીના થૂમડે આજે પણ વિહાર માટે મોટી જગ્યા ફાળવેલ
છે. પક્ષીઓને ચણ, ગાયોને ઘાસ ચારો, કુતરાને રોટલો, ભૂખ્યાને ભોજન થળી મઠમાંથી આજે
પણ આપાય છે.
કેવળપુરીજી બાપુ કચ્છમાં પણ પુજાય છે
કચ્છમાં 25 ગામો કેવળપુરીજીના મઠને વડગાદી માની
દર્શન કરવા માટે આવે છે. રાપર, ખોકરા
અંજાર તાલુકામાં આવેલ થળી મઠના ભૂતપૂર્વ મહાત્મા ચેતનપુરીજી બાપુએ આતુઈ ગામ અને
રઘુનાથપુરીજી બાપુએ ખોરાઈ ગામમાં કેવળપુરીજી બાપુની જગ્યાઓ બાંધેલ છે. રાપર
ખોખરામાં હાલ નારાયણપુરીજી મહંત બીરાજમાન છે તેઓ થળી મઠને વડગાદી માને છે.
બાપુએ થળીમાં પાણીની 2 મોટી ટાંકી તથા પરબ બાંધેલ છે. ખેતીની જમીનને સમતલ કરી ખેતી લાયક બનાવી ઘણી સારી કામગીરી કરી ઉપજ મેળવે છે.
થળી મઠની પરંપરા
થળીમાં જ્યારે મહંત પ્રથમ દિવસે ગાદીએ બેસે ત્યારે
જામપુરના બ્રાહ્મણો હાજર રહી ગાદી તિલક પૂજન કરે છે અને ગુરૂ ચાદર જામપુરના ચૌધરી
પટેલ ઓઢાડે ત્યારબાદ જ બીજા તિલક અને ચાદર વીધી કરે. ગાદીએ બિરાજમાન થયા પછી સવા
મહિને મહંત બાપુ પ્રથમ જામપુર ગામમાં પાવન પગલાં કરે અને ત્યારબાદ બીજી કોઈ જગ્યાએ
જાય છે.
મહંતશ્રી સેવકોના ગામમાં પધારે ત્યારે ભવ્ય
શોભાયાત્રા નિકળે અને સામૈયા કરવામાં આવે છે. ગુરૂ પૂજન કરાય તથા બાપુ માટે ઢોલીયો
ઢાળવામાં આવે તેના પર ગાદી બિછાવવામાં આવે છે સેવકગણ તેમની સામે નીચે બેસે છે.
મહંતશ્રી હોય ત્યાં સુધી થળીના સેવકો ઢોલીએ બેસતા નથી. થળીના સેવકો મહાન ભાગ્યશાળી
અને તમામ જ્ઞાતીના લોકો ગુરૂજીનો આદર સત્કાર કરી સેવક તરીકે ધન્યતા અનુભવે છે.
થળી મઠના મહંતશ્રીઓનો વંશ વેલો
(1) મહંતશ્રી પ.પૂ. કેવળપુરીજી મહારાજ (જીવંત
સમાધી)
(2) મહંતશ્રી પ.પૂ. દેવપુરીજી મહારાજ (જીવંત સમાધી)
(3) મહંતશ્રી પ.પૂ. મંગળપુરીજી મહારાજ (જીવંત
સમાધી)
(4) મહંતશ્રી પ.પૂ. પદમપુરીજી મહારાજ
(5) મહંતશ્રી પ.પૂ. કેશરપુરીજી મહારાજ (ગાય માતાની
જીવંત સમાધી)
(6) મહંતશ્રી પ.પૂ. ગોવિંદપુરીજી મહારાજ
(7) મહંતશ્રી પ.પૂ. ગંગાપુરીજી મહારાજ
(8) મહંતશ્રી પ.પૂ. હિંગોળપુરીજી મહારાજ
(9) મહંતશ્રી પ.પૂ. ચમનપુરીજી મહારાજ
(10) મહંતશ્રી પ.પૂ. મોહનપુરીજી મહારાજ
(11) મહંતશ્રી પ.પૂ. માણેકપુરીજી મહારાજ
(12) મહંતશ્રી પ.પૂ. હરિપુરીજી મહારાજ
(13) મહંતશ્રી પ.પૂ. જગદીશપુરીજી મહારાજ
![]() |
| Thali Na Sant |
થળી મઠના પ્રત્યક્ષ પરચા
મહંતશ્રી હરીપુરીજી બાપુની હયાતીમાં રોઝડી તથા તેના
બે નાન બચ્ચા મુકીને મરી ગઈ હતી તેથી તેના બચ્ચાને થળીમાં લાવીને તેમની ચાકરી કરી
હતી અને પ.પૂ. હરીપુરીજી બાપુએ ગાયમાતાને હાથ મુકીને એટલું કહેલ કે, મૈયા આજ સે તુ ઈસ બચ્ચે કી મા માટે ધરાવ બસ એટલું
કહેતા ગાય માતા રોઝડીના બચ્ચાને ધવરાવવા લાગી.
આવો જ એક પ્રસંગ એક વાર ઘોડીએ ગાયના બચ્ચાને લાત
મારતા વાછરડું મરી જતાં બાપુ દુઃખી થયા હતા અને ઘોડીને કહ્યું, તારા પગ ભાગે. તે જ દિવસે ઘોડીનો પગ ભાગ્યો અને તે
જીવી ત્યાં સુધી પગે લંગડી રહી હતી.
અન્ય એક પ્રસંગ બાપુ જ્યારે મુંબઈ ગયા હતા ત્યારે
એક સેવકે આવીને કહ્યું કે લગ્નને 20 વર્ષ થયા છે. ડૉક્ટરોએ સંતાન થવાની ના કહી છે
અને જો મારે ત્યાં દિકરો જન્મે તો મહંત ખરો ત્યારે પ.પૂ.બાપુ એટલુ બોલેલ દિકરાને
દર્શન કરાવવા એક વાર થળી આવજો. એક વર્ષ પુરુ થાય તે પહેલા ભાઈ દિકરાને લઈ થળી
આવ્યાં અને પ.પૂ.બાપુના ચરણોમાં નમી પડ્યા.
મહંતશ્રી પ.પૂ.કેવળપુરીજી બાપુના વારસ તરીકે ગાદીપતિ જગદીશપુરીજી બાપુનું કામ જોગમાયા પૂર્ણ કરે છે. બાપુ મહાજ્ઞાની સાંભળે સૌનું પણ નિર્ણય જોતે જ કરે. કોઈની ખરાબ વાતમાં ક્યારેય રસ નહી. ઈર્ષાળુને આશીર્વાદ, વ્યસન મુક્તિના હિમાયતી, દીકરો-દીકરી ભણાવો, કુરિવાજો બંધ કરો, અંધ શ્રદ્ધાના રાખો, વિશ્વાસ રાખો, વેરભાવ દુર કરો, કોઈની ખોટી નિંદા તેમને ગમતી નથી.
બાપુની અમૃતધારા કલ્યાણભાઈ જોષીની કલમે
મહાન ધીર-ગંભીર જગદીશપુરીજી મહારાજ બાપુના સોનીરી
મોતી જેવા મૂલ્યવાન શિખામણના શબ્દોને જીવનમાં ઉતારવા જેવા છે.
મહંતશ્રી પ.પૂ.જગદીશપુરીજી બાપુના સોનીરી અમૃતધારા કલ્યાણભાઈ જોષીની કલમે
શબ્દ એજ પારસમણી
- ઉચ્ચ માણસની સોબત કરો,
- ખરાબ માણસનો સંગના કરો,
- કોઈનું અનુકરણના કરો,
- સાચી વાત હ્યદયમાં ધરો,
- કોઈની નિંદાના કરો,
- સાચી વાત ઉરમાં ધરો,
- ખરાબ, લંપટ, લફરાબાજ, ઉડાઉ, વ્યસની, કજીયાખોર લોકોથી દુર રહો,
- સેવામાં પહેલા રહો,
- ગરીબોને રાજી રાખો,
- રાતોરાત કરોડપતિ થવાના સપનાના સેવો,
- વડિલોનો આદર કરો,
- ખોટી ઈર્ષાના કરો,
- દરેકને દરેકના ભાગ્યથી મળે છે,
- કોઈને નડશો નહીં,
- બીજાનું સારુ જોઈ ના દૂભાવો,
- સંત, જ્ઞાની, ગુરૂજન, બ્રાહ્મણનું દિલના દૂભાવો,
- બીજાની લીટી ભૂંસવાનો પ્રયત્ન ના કરો,
- સારુ કામ કરી આગળ થાઓ,
- આંધળો વિરોધ ના કરો,
- પરમાર્થમાં પાછાના રહો,
- સારા કામમાં લક્ષ્મી વાપરો,
- દીન-દુઃખીયાની વાત સાંભળી મદદ માટે તત્પર થાઓ,
- હતાશ ના થાઓ,
- સફળતા મળશે, નિરાશ ના થાઓ,
- ખોટી મોટાઈ ના કરો,
- અતિથી, સંત, ગુરૂનું સન્માન કરો,
- પડોસી સ્નેહ રાખો અને ઘરમાં પ્રભુ કાર્ય કરો,
- આચાર-વિચાર શુદ્ધ રાખો,
- સાત્વીક ભોજન કરો,
- વ્યસન- ફેશન ઓછા કરો,
- ગુરૂનું વાક્ય ઉરમાં ધરો,
- શિક્ષણ પ્રત્યે પ્રેમ રાખો,
- આપવામાં ઉદારતા, ખોટા વચનથી કોઈનું દિલ ના દૂભાવો,
- વખાણતા શિખો, વખોડતા નહી,
- ભૂલને ભૂલતા શિખો,
- દરેકને માફ કરતાં શિખો,
- કોઈને નડવાનો પ્રયત્ન ના કરો,
- સાચી વાતનો વિશ્વાસ કરો,
- ખોટી વાતનો વિરોધ કરો,
- સંપત્તિ સત્તાનો ગર્વ કરો,
- બીજાને મદદગાર બનો,
- વાદ-વિવાદમાં ના પડો,
- ખોટો સમયના બગાડો,
- કોઈને દગો ના દેવો,
- ઉછીનો વાદના લેવો,
- જાતે વખાણ ના કરો,
- દીકરીને ભણાવો,
- તકવાદી લોકોને આળખો,
- અપાય એટલું આપો અથવા અપાવો,
- પણ દિલ દૂભાય તેવું વર્તન કદાપી ના કરો,
- તીર્થયાત્રા, હવન-હોમ કરો,
- જનસેવા પ્રભુસેવા ક્યારેય ના ભૂલો,
- જીવ દયા રાખો, હિંસા ના કરો,
- બીજાની પીડા જાણી મદદ કરો,
- ઉજ્જડ માર્ગના ના ચાલો,
- દેવું કરી શોખ ના કરો,
- ઘરમાં સંપ રાખો,
- પંડ સ્વાર્થી ના બનો,
- સ્વાસ્થ્ય જાળવો,
- રોગ, શોક, સંતાપ દૂર રાખો,
- મીઠી સાચી વાણી બોલો,
- ભૂખ્યાને ભોજન આપો,
- તરસ્યાને પાણી પાવો,
- ધર્મ કાર્ય સદા કરો,
- ખોટી કમાણી ના કરો,
- માતા-પિતાની સેવા કરો,
- માતા-પિતા, ગુરૂજીને ના દૂભાવો,
- પ્રભુ ભક્તિ કરો, જીવન ધન્ય બનાવો,
- જીવનનો અંતના ભૂલો,
- નિત્ય કર્મ સદાય કરો,
- પ્રભુ દૂભાય તેવું ના બોલો,
- પ્રભુ દૂભાય તેવું કાર્ય ના કરો,
- સર્વ ધર્મ સમભાવ રાખો,
- માનવતા કેળવો,
- ડાહ્યો પહેલા વિચારે પછી બોલે,
- ગાંડો પહેલા બોલે પછી વિચારે,
- ન બોલાયેલા બોલની કિંમત અમૂલ્ય છે,
- ચૂપ રહેવાની જગ્યાએ બોલે, ન બોલવાના સમયે બોલે તે અજ્ઞાની,
- દારૂ, ગુટખા, તમાકુ છોડો, વ્યસન આરોગ્યનો દુશ્મન છે,
- અધર્મ સામે યુદ્ધ છેડો,
- ધાર્મિક બનો, ધર્માંધ નહી,
- આદરમાં આગળ પણ પાછળ ના રહો,
- કોર્ટ-કચેરીના કામથી દૂર રહો,
- ખોટું આળના ઓઢાડો,
- ઉપજાવેલી વાત ના કરો,
- કોઈની સાંભળેલી વાત સાચી માનતા પહેલા સો વાર વિચારવું,
- મૌન વાણીનું આભુષણ છે,
- કારણ વિના બોલવું દૂષણ છે,
- કોઈના ચડાયા ના ચઢો,
- આવેશ ના લાવો,
- કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, વગેરેનો ખૂબ ખ્યાલ રાખો,
- કરકસર કરો પણ કંજૂસાઈ નહી,
- વડિલોને વિવેકથી બોલાવો,
- કોઈને ખોટો વિરોધ ના કરો,
- સંયમ રાખો, શાંતિ રાખો, સંતોષ રાખો,
- કર્યા વગર કાંઈ મળતુ નથી, આપેલું વ્યર્થ જતું નથી.




Post a Comment
Please do not enter any spam link in the comment box.