લોકપાલ બિલ અને લોકાયુક્ત બિલ શું છે?
![]() |
| LokPal |
નાગરીકોને ભ્રષ્ટાચારના કારણે પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે બનાવવામાં આવેલી સંસ્થા કે કમિટિને લોકપાલ કે લોકાયુક્ત કહેવામાં આવે છે. નેશનલ અને સ્ટેટ લેવલમાં એમ બે સ્વતંત્ર નિયંત્રણ બોર્ડ હોવા જોઈએ જેમાં લોકો માટે ચાલતી સરકારી ઓફીસના કર્મચારી પર લગાવવામાં આવેલા કરપ્શનના ગુનાઓ પર નજર રાખશે.
- લોકપાલ ક્યારે બન્યું?
લોકપાલ શબ્દનો ઉપયોગ સંસદમાં 1963માં સંસદ સભ્ય ‘લક્ષ્મીમલ સિંઘવી’ દ્વારા કરવામાં આવ્યો હતો. 1968માં લોકપાલ બિલને ઈન્દીરા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારથી લઈને 2011માં મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ 9 વખત રજૂ કર્યા બાદ 2011માં તે પાસ થયું હતું.
2013માં અન્ના હજારે અને કેજરીવાલે આદોલન કર્યું હતું. તેમાં ઘણાં લોકો દિલ્હીમાં આવીને રસ્તાઓ પર ઉતર્યા હતા. ત્યારે આ લોકપાલ કે લોકાયુક્ત બિલને પાર્લામેન્ટમાં જાહેર કરીને પાસ કરવામાં આવ્યું હતું.
લોકપાલ બિલ કે લોકાયુક્તના એન્ટી કરપ્શન બોડી અને ઑમ્બડ્ઝ્મૅનમાં 5 ડિબેટમાં કામ કરી શકે છે. લોકપાલ બિલ રાજ્યસભામાં 17 ડિસેમ્બર 2013 અને લોકસભામાં તેના બીજા જ દિવસે 18 ડિસેમ્બર 2013મા કલમ 44 મુજબ પાસ કરવામાં આવ્યું હતું. જે અન્ના હજારેની સઘન મહેનતનું પરિણામ કહી શકાય. આ લોકપાલ બિલને સમાજવાદી પાર્ટીએ જ ફક્ત સપોર્ટ કર્યો હતો. 1 જાન્યુઆરી 2014માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેને મજુરી આપી દીધી હતી પરંતું તેને હજુ ફાઈનલ કરવામાં આવ્યું નથી.
લોકપાલ એ સેન્ટર લેવલ પર કામ કરશે, જ્યારે લોકાયુક્તએ સ્ટેટ લેવલે કામ કરશે. મહારાષ્ટ્ર એક પહેલું રાજ્ય છે કે જેણે લોકાયુક્ત સૌ પ્રથમ જાહેર હતું.
- લોકપાલ કમિટિની રચના
લોકપાલમાં એક ચેર પર્સન હશે જે લોકપાલને સંભાળશે તથા તેમાં 8 સભ્યો હશે. લોકપાલ એ યુનિયનની રીતે કેન્દ્રમાં કામ કરશે જ્યારે લોકાયુક્ત એ તેના નિર્દેશ મુજબ સ્ટેટ લેવલ પર કામ કરશે.
લોકપાલમાં સભ્યોનું સિલેક્શનઃ 1 લોકપાલ ચેરમેન તથા 8 સભ્યો હશે. લોકપાલમાં સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે પરંતુ તેમને આ પોસ્ટ પર સિલેક્ટ થવા માટે એક સિલેક્સન પેનલમાંથી પસાર થવાનું રહેશે. આ 8 સભ્યોમાં 4 હાઈકોર્ટના જજ અને 4 રિટાયર જજ (નિષ્ણાત કાયદા શાસ્ત્રી) હોવા જોઈએ. જેમણે પોતાના ક્ષેત્રમાં ખાસ મહારથની સાથે 25 વર્ષનો અનુભવ હોવો ખાસ જરૂરી છે.
લોકસભાની પસંદગી લોકપાલ સમિતિમાં એક અધ્યક્ષ અને 5 સભ્યોની સિલેક્સન કમિટિ બનશે. જેમાં વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ સ્પિકર, વિપક્ષ નેતા, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયા અને આ 4 દ્વારા પસંદ કરવામાં આવેલ એક કાયદા શાસ્ત્રીની રાષ્ટ્રપતિ નિમણૂંક કરશે.
- લોકપાલની કામગીરી
લોકપાલમાં ભ્રષ્ટાચારની બાબતમાં તપાસ અંતર્ગત વડાપ્રધાન, કેબીનેટ પ્રધાન, સંસદ સભ્યો અને કેન્દ્ર સરકારના તમામ ચારે વર્ગના અધિકારી કર્મચારીઓનો સમાવેસ કરાશે. જૂઠી અને હેરાન કરવાની ભાવનાથી ફરિયાદ કરનારને વધુમાં વધુ 1 વર્ષની સદા અને 1 લાખનો દંડ ફટકારવાની જોગવાઈ છે.

Post a Comment
Please do not enter any spam link in the comment box.